ગોંડલ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 2ના મોત, 4 ઘાયલ

રાજકોટના ગોંડલમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત થયા છે. આ અકસ્માત ગોંડલ માર્કેટ યાર્ડ પાસે થયો હતો. ટેમ્પોનું ટાયર ફાટતા ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.

ટેમ્પો બેકાબૂ થતાં તેણે એક કાર સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા, જેના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 2 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં 4 લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગોંડલ માર્કેટ યાર્ડના ગેઈટ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઈશર ટેમ્પો આખી પલટી ખાઈ ગયો હતો અને ટેમ્પાના નીચે જ ડ્રાઈવર દટાઈને મૃત્યુ પામ્યો હતો.

અકસ્માત બાદ 108ને બોલાવવામાં આવી હતી. 108 ના કર્મચારીઓ અને લોકો દ્વારા ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત માનવ સેવા ટ્રસ્ટના લોકો પણ ઘટનાસ્થળે મદદે દોડી આવ્યા હતા.

You might also like