એકિસડન્ટમાં એક પગ કપાયો તોય વીમો ન પાકયો

લંડન : ઇંગ્લેન્ડના કેન્ટ પરગણામાં રહેતા ૪૪ વર્ષના હેઇન પ્રિટોરીયસનો થોડો સમય પહેલા ગમખ્વાર અકસ્માત થયો. મોટર સાયકલ પર જઇ રહેલા પ્રિટોરીયસનો એક કાર સાથે અથડાવાથી થયેલો આ અકસ્માત એવો ભયંકર હતો કે તેને હેલીકોપ્ટરમાં એરલીફટ કરીને હોસ્પીટલમાં પહોંચાડવો પડયો. તેના બન્નેપગમાં મલ્ટીપલ ફ્રેકચર હતા.

પરંતુ જમણા પગની હાલત એવી ખરાબ થઇ ગયેલી કે ડોકટરોએ ગોઠણથી એ પગને કાપ્યા સિવાય છુટકો નહોતો. આ ટ્રેજેડી ઓછી નહોતી એમ બીજો ઝટકો હેઇનની ઇન્સ્યોરન્સ કંપનીએ આપ્યો. તેણે પોતાના માટે બબ્બે કંપનીઓ પાસેથી ૧.૧૬ કરોડ રૃપીયાની એકસીડન્ટ કમ લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસી કઢાવી હતી. આ માટે તે માટે લગભગ પચીસ લાખ રૃપીયાનું પ્રીમીયમ પણ ભરી ચુકયો હતો.

એમ છતા કંપનીએ હેઇનને એક કાણી પાઇ પણ ચુકવવાની ના પાડી દીધી. કારણ એવુ આપ્યું કે પોલીસીમાં એવી જોગવાઇ છે કે પોલીસીધારકના મિનિમમ બે કે એથી વધારે હાથપગ કપાય તો જ વળતર મળે. અહી તો માત્ર એક જ પગ કપાયો છે. હવે જો કે હેઇન કૃત્રિમ પગ વડે ચાલતો થઇ ગયો છે. પરંતુ વળતર મળ્યું નથી પોલીસી લેતા પહેલા ઓફર ડોકયુમેન્ટ ધ્યાનથી વાંચો.

You might also like