અકસ્માતમાં પતિ ગુમાવનાર મહિલાને રૂ. ૪૨ લાખ વળતર ચૂકવવા અાદેશ

અમદાવાદ: ભરૂચ પાસે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી એક વ્યકિતને ૨૦૦૮માં અકસ્માતમાં થયેલા મોતને મામલે અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મરનારના પરિવારને નવ ટકા વ્યાજ સાથે 42 લાખ રૂપિયા ચુકવવા માટે ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે.

સરદારનગરમાં રહેતા ટહેલરામાણી પરિવાર 2008ના ફેબ્રુઆરીમાં શિરડીના સાઇબાબાનાં મંદિરે દર્શન કરવા માટે ગયાે હતાે તા. 24 ફેબ્રુઆરીએ તેઓ પરત ફરી રહ્યા હતા તે સમેય મોડી રાતે ભરૂચના ગરુડેશ્વર પાસે કાર ઝાડને અથડાઇ હતી. ઘટનામાં નરેન્દ્રભાઇ ટહેલરામાણીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. નરેન્દ્રભાઇનાં મોત બાદ તેમનાં પત્ની મીનાબહેને આખા પરિવારની જવાબદારી સંભાળી લીધી હતી.

8 વર્ષમાં મીનાબહેન ટહેલરામાણીએ તેમની બે દીકરીઓનાં લગ્ન કરાવ્યાં હતાં. ભણતર આપ્યું. જેમાં તેમને 15 લાખનું દેવું થઇ ગયું હતું. અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં મીનાબહેનેે તેમના વકીલ બી.કે.પટેલ મારફતે 20 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સના ક્લેમ મળે તે માટે દાવો દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે આઠ વર્ષ પછી મીનાબહેનને 23.15 લાખ કલેમ તથા નવ ટકા વ્યાજ સહિત 42 લાખ રૂપિયા ચુકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે.

You might also like