માનવ અકસ્માત માટે હેલ્પ લાઈનની સુવિધા

અમદાવાદ : વી.એસ. હોસ્પિટલના અધ્યક્ષ અને મેયર ગૌતમ શાહ જણાવે છે કે, ઉત્તરાયણ તહેવાર દરમ્યાન જાણે અજાણે ધાબા કે બિલ્ડિંગ પરથી પડી જવાથી કે પતંગ પકડવા માટે રોડ પર દોડદોડ કરવા જતાં કોઈ અકસ્માત સર્જાય અથવા તો દોરીથી ઈન્જરી થાય તો તેના માટે તારીખ ૧૩,૧૪ અને ૧૫ જાન્યુઆરીના દિવસો દરમ્યાન શેઠ વી.એસ. હોસ્પિટલ, શેઠ એલ.જી. હોસ્પિટલ તેમજ શા.ચી.લા. હોસ્પિટલ ખાતે ૨૪ કલાક તાત્કાલિક તબીબી સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ત્રણેય હોસ્પિટલમાં ઉત્તરાયણ દરમ્યાન અકસ્માત પામેલ દર્દીઓને ૨૪ કલાક તાત્કાલિક અને ઝડપી સારી તબીબી સારવાર મળે તે માટે જરૂરી ડોકટરોની ટીમ સાથેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. વળી વી.એસ. હોસ્પિટલ ખાતે આ તાત્કાલિક તબીબી સારવાર અર્થેના સંપર્ક માટે ખાસ અલાયદી હેલ્પ લાઈનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને જેનો ટેલિફોન નં. ૨૬૫૭૭૬૨૮ છે.

You might also like