દિલ્હીઃ રસ્તા પર ચાલવું બન્યું ખતરનાક, માર્ગ અકસ્માતની સંખ્યામાં 10 ટકા વધારો

નવી દિલ્હીઃ દિલ્હીનાં રસ્તાઓને સુર‌ક્ષિત બનાવવાનાં પ્રયાસોમાં તમામ સરકારી અને બિનસરકારી એજન્સીઓ તેમજ સ્વયંસેવી સંસ્થાઓને એક ઝટકો લાગ્યો છે. દિલ્હીના રસ્તાઓ રાહદારીઓ માટે પહેલાં કરતાં પણ વધુ ખતરનાક બની ગયા છે.

દિલ્હીમાં માર્ગ અકસ્માતમાં રાહદારીઓનાં મૃત્યુના કિસ્સામાં લગભગ ૧૦ ટકા વધારો થયો છે. ખાસ કરીને ડબ્લ્યુએચઓની એ ચળવળને ઝટકો લાગ્યો છે, જે હેઠળ ર૦ર૦ સુધી દિલ્હી સહિત આખા દેશમાં માર્ગ અકસ્માતમાં પ૦ ટકા ઘટાડો લાવવા અને રસ્તાઓને રાહદારીઓ તેમજ સાઇકલસવાર માટે સુુર‌િક્ષત બનાવવાનું લક્ષ્ય નક્કી કરાયું હતું.

ડબ્લ્યુએચઓ માટે થોડા રાહતના સમાચાર એ છે કે આ વર્ષે દિલ્હીમાં સાઇકલસવાર અને ટુવ્હિલરસવારનાં માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા ઘટી છે, પરંતુ સેલ્ફ, હિટ અને અજ્ઞાત વાહનોની ટક્કરથી થતાં મૃત્યુની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. હિટ એન્ડ રનના મોટા ભાગના કેસમાં મૃત્યુ પામનાર રાહદારીઓ, સાઇકલસવાર કે ટુવ્હિલરસવાર હોય છે.

ટ્રાફિક પોલીસ પાસેથી મળેલા તાજેતરનાં આંકડા અનુસાર દિલ્હીમાં ગયા વર્ષના ૧પ સપ્ટેમ્બર સુધી માર્ગ અકસ્માતમાં જ્યાં ૪૬૯ રાહદારીઓનાં મૃત્યુુ થયા હતા. આ વર્ષે ૧પ સપ્ટેમ્બર સુધી આ સંખ્યા વધીને પ૧૩ સુધી પહોંચી ગઇ છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૪૪ રાહદારીઓનાં મોત થયાં છે. આ રીતે રાહદારીઓનાં મૃત્યુની સંખ્યામાં આ વર્ષે લગભગ ૯.પ ટકાનો વધારો થયો છે.

ક્યાં થાય છે વધુ દુર્ઘટના?
સૂત્રોના જણાવ્યા મુજબ રાહદારીઓનાં મોતના સૌથી વધુ કિસ્સા રિંગરોડ, આઉટર રિંગરોડ, એનએચ-૮, એનએચ-ર૪, એનએચ-૧ જેવા હાઇસ્પીડ સિગ્નલ ફ્રી કોરિડોર પર સામે આવ્યા છે, કેમ કે આ જગ્યાઓ પર લોકોને સુર‌િક્ષત રીતે રસ્તા પાર કરવા માટે ફૂટ ઓવરબ્રિજ, પેડ‌િસ્ટ્રયલ સિગ્નલ, ઝિબ્રા ક્રોસિંગ, પ્રોપર લાઇટિંગ જેેવી સુવિધાઓનો અભાવ છે.

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં બીજા નંબરે સાઇકલિસ્ટ અને ટુવ્હિલર સવાર હોય છે, પરંતુ ટ્રાફિક પોલીસની સખતાઇની સાથે-સાથે ટુવ્હિલરસવાર વચ્ચે ચલાવાતા અવરનેસ પ્રોગ્રામોનાં કારણે આ દુર્ઘટનાઓ થોડી ઘટી છે.

You might also like