ઇમર્જન્સી કોલ પર જતી ૧૦૮ એમ્બ્યુલન્સ બસ સાથે અથડાઈ

અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં વહેલી સવારે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ અને એએમટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કોઇ પણ જાનહા‌િન થઇ નથી, જોકે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. ચાર રસ્તા ઉપર એએમટીએસ બસ પસાર થઇ રહી હતી તે સમયે દર્દીને લેવા માટે પુરઝડપે પસાર થઇ રહેલી 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બસ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

મ‌િણનગર ઇસ્ટ મ્યુનિ‌સિપલ સ્લમ ક્વાર્ટર્સ ચાર રસ્તા ખોખરા પાસે એએમટીએસ બસ અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે દર્દીને લેવા માટે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મ્યુનિ‌સિપલ સ્લમ કવાર્ટર્સ પાસે પહોંચી તે સમયે 300 નંબરની એએમટીએસ બસ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી. અચાનક બસ સામે આવી જતાં 108ના ચાલકે બ્રેક મારી તેમ છતાંય ટાયર ઘસડાતાં એમ્બ્યુલન્સ બસમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં બસમાં બેઠેલા પેસેન્જરો જતા રહ્યા હતા ત્યારે ખોખરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ મુદ્દે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સના મી‌ડિયા કો‌ર્ડિનેટર કાર્તિક મહેતાએ જણાવ્યું છે કે દર્દીને લેવા માટે એમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી. તે સમયે એએમટીએસ બસ બ્રેક માર્યા વગર સર્કલ ઉપરથી વળાંક લઇ રહી હતી. બસને જોતાં 108ના ચાલકે બ્રેક મારી, પરંતુ એમ્બ્યુલન્સની સ્પીડ હોવાના કારણે બ્રેક મારતાં ટાયર ઘસડાતાં એમ્બ્યુલન્સ બસમાં ઘૂસી ગઇ હતી.

You might also like