રાજકોટમાં યુવતીની નજર સામે જ ભાવિભરથાર બન્યો કાળનો કોળીયો

રાજકોટ : રાજકોટનો સરધાર રોડ હવે ધીરેધીરે જોખમી બની રહ્યો છે. સરધાર નજીક રવિવારે બપોરનાં સુમારે ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ગાડીમાં બેઠેલ યુવતીની નજર સામે જ તેનાં ભાવીપતિ અને પિતરાઇ બહેન કાળનો કોળીયો બની ગયા હતા. જ્યારે યુવતી સહિત અન્ય બેને ગંભીર ઇજાઓ થઇ હતી. મૃતક યુવાનનાં આવતા મહિને લગ્ન હતા અને સગપણ નક્કી કરવા માટે જઇ રહ્યા હતા.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જામનગર એશટી ડેપો પાઠળ રહેતા વિવેક દત્તાણી (ઉ.વ 30)ની અમરેલીની વૃંદા રાયચા સાથે સગાઇ થઇ હતી. એપ્રીલમાં બંન્નેનાં લગ્ન યોજાવાનાં હતા. જેથી વૃંદા પોતાનાં સાસરીમાં જામનગર હતી. જ્યાંથી જરૂરી કામથી વિવેક અને તેનાં મામા અમિત અનડકટ સાથે અમરેલી જવા માટે નિકળ્યા હતા. જામનગરથી વિવેક પોતાની આઇ-20માં નિકળ્યો હતો. જેમાં વૃંદા રાયચા (ઉં. 27) તેનાં મામાજીની પુત્રી હસ્તી અમિતભાઇ અનડકટ (ઉં.વ 19) અને તેની નાની બહેન કૃપા (ઉં.વ 14) બેઠા હતા. જ્યારે પાછળ બીજી કારમાં વિવેકનાં માતા મધુબેન, પિતા નવીનભાઇ, મામામ અમિતભાઇ અને મામી આરતીબહેન હતા.

વિવેક કાર આગળ હતી અને રવિવારે બપોરે સરધાર નજીક આગળ જતા વાહનોને ઓવરટેક કર્યાહ તા. તે સમયે સામેથી આવતા ટ્રક સાથે ગાડી ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ઘટનાં પગલે લોકોનાં ટોળેટોળા ઉમટ્યા હતા. થોડા જ સમયમાં બીજી ગાડી પણ આવી પહોંચી હતી અને તેઓ ભાણેજની ગાડીનો અકસ્માત જોઇને દિગમુઢ થઇ ગયા હતા. અકસ્માતમાં વિવેક દત્તાણી અને તેનાં મામાની પુત્રી હસ્તી અમિતભાઇ અનડકટનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વૃંદા પ્રકાશ રાયચા અને કૃપા અનડકટને ગંભીર ઇજાઓ થઇ હતી. બંન્નેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

You might also like