માતાના મઢે જઇ રહેલા રિક્ષાનો અકસ્માત : 8નાં મોત

માળીયામિયાણા : વહેલી સવારે માતાના મઢે દર્શન કરવા જઇ રહેલા દર્શનાર્થીઓની બે રિક્ષાને ડિઝલ ટેન્કરે અડફેટે લીધી હતી. જેમાં ઘટના સ્થળે જ ચાર દર્શનાર્થીઓ અને એક સેવાર્થી મળીને કુલ પાંચના મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્તો પૈકી અન્ય ત્રણનાં મોત નિપજ્યા હતા. આ સાથે અકસ્માતે મોતનો કુલ આંકડો 8 થયો હતો. તમામ મૃતદેહોને પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માળીયાને સુરજબારી તરફના કચ્છના જોડતા હાઇવે પર આ અકસ્માત થયો હતો.

બે રિક્ષામાં બેસીને માતાના મઢે દર્શને જઇ રહેલા પરિવારનાં લોકો સુરજબારી પાસે ચા નાસ્તો કરવા રોકાયા હતા. ત્યારે પાછળથી આવી રહેલા ટેન્કરે બંન્ને રિક્ષાઓને અડફેટે લીધી હતી. જેમાં 8 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ગમખ્વાર અકસ્માતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

અકસ્માતનાં પગલે રોડની બંન્ને બાજુ વાહનની લાંબી કતારો લાગી હતી. ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. પોલીસને ટ્રાફીકને થાળે પાડતા અને બચાવ કાર્યમાં લાંબો સમય લાગ્યો હતો. જો કે ટ્રાફીક જામ થઇ જવાના કારણે બચાવ કાર્યમાં પણ કેટલીક તકલીફો સર્જાઇ હતી. હાલ ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને પોલીસે તપાસ આદરી છે.

You might also like