ટેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ પિતા-પુત્રીનાં મોતઃ માતાનો અદ્ભુત બચાવ

અમદાવાદ: ગોધરા નજીક લીલેસરા બાયપાસ પાસે ટેલર અને બાઈક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાતાં પિતા-પુત્રીનાં ગંભીર ઈજા થવાનાં કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. જ્યારે માતાનો અદ્ભુત રીતે બચાવ થયો હતો. પોલીસે ટેલરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

અા અંગેની વિગત એવી છે કે ગોધરાના લીલેસરા વિસ્તારમાં રહેતા અશરફ અબ્દુલ્લા ખાલપા (ઉં.વ.૩૦) તેમની પત્ની સુહાનાબીબી (ઉં.વ.૨૫) અને ત્રણ વર્ષની માસૂમ પુત્રી મરિયમ અા ત્રણેય બાઈક પર સવારના સુમારે સારંગપુર ગામે રહેતા તેના કાકાને ત્યાંથી નીકળી ગોધરા પરત ફરતા હતા ત્યારે બાયપાસ રોડ પર સામેથી અાવેલી પુરઝડપે અાવી રહેલી ટ્રેલરે બાઈકને અડફેટે લેતાં અા ઘટના સર્જાઈ હતી.

ટ્રેલરની ટક્કર વાગતાં જ ત્રણેય જણા બાઈક પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં અશરફ અને ત્રણ વર્ષીય પુત્રી મરિયમનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે સુહાનાબીબીનું અદ્ભુત બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં હતાં અને રોડ પર ચક્કાજામ થઈ ગયો હતો.

You might also like