ગોતા બ્રિજ પર મહિલા કાર ચાલકે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકો ઈજાગ્રસ્ત

અમદાવાદના ગોતા બ્રિજ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ગોતા બ્રિજ પર જ એક સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે. ગોતા બ્રિજ પર એક મહિલા ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

ગોતા બ્રિજ પર સ્કૂલવાન પસાર થઈ રહી હતી, ત્યારે જ મહિલા કાર ચાલકે જોરથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત થતાં સ્કૂલ વાન ડિવાઈડર પર ચઢી ગઈ હતી. વાનમાં રહેલા બાળકોને સામાન્ય ઈજા થઈ છે. બાળકોને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહિલા કાર ચાલકને પણ ઈજા થઈ છે. મહિલાની કાર ટક્કર વાગતા જ આખી ફરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે..

You might also like