વડોદરામાં ગાય – બાઇક વચ્ચે ટક્કર : યુવક ગંભીર રીતે ઘાયલ

વડોદરા : આજે શુક્રવારે સવારે 10 વાગ્યે શહેરનાં છાણી જકાતનાકા પાસે ભડકેલી ગાય બાઇકચાલક સાથે અથડાતા બાઇકચાલકને છાતીમાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ગાયનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં બે મહિનામાં ગાય સાથે અથડાવાનાં જુદા જુદા બનાવોમાં ત્રણ લોકો અને સાત ગાયનાં મોત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાગર વિનોદભાઇ પટેલ (ઉં.વ 24) અકોટા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાઇનાન્સની કંપનીમાં નોકરી કરતો હતો. તે પોતાની ઓફીસ જઇ રહ્યો હતો ત્યારે જ અચાનક રસ્તા પર આવી ગયેલી ગાઇ સાથે સાગર અથડાયો હતો. જેનાં કારણે રોડ પર ફંગોળાયો હતો. ગાયનું ઘટનાં સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે સાગરને છાતીનાં ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જો કે ઘટનાં નજરે જોનાર લોકોનાં અનુસાર અકસ્માત ખુબ જ ભયંકર હતો. યુવકનો બચાવ થયો તે તેનાં સદનસીબ ગણાવી શકાય. જો કે તેને છાતીનાં ભાગે હેન્ડલ વાગતા ફ્રેક્ચર થયું છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ લોકોમાં માંગણી ઉછી છે કે, રખડતા ઢોરને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા પગલા ઉઠાવવામાં આવવા જોઇએ.

You might also like