તારાપુર પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત: 2નાં મોત

તારાપુર : તારાપુર નજીક આવેલા મહિયારી પાસે ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 વ્યક્તિનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. ઓઇલ કંપનીમાં કામ કરતા અને અંગત કામથી જામનગર જઇ રહેલા બંન્ને વ્યક્તિઓનું ગમખ્વાર અકસ્માત નડતા મોત નિપજ્યું હતું. જો કે ટેન્કર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાં અંગે મળતી વિગતે માહિતી અનુસાર ભરતભાઇ મકવાણા અને પ્રશાંત શર્મા નામની બે વ્યક્તિ વડોદરાથી અંગત હેતુ સબબ જામનગર જઇ રહ્યા હતા.ત્યારે તેમને તારાપુર નજીક અકસ્માત નડ્યો હતો. ટેન્કર સાથે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બંન્નેનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે વિસ્ફોટ જેવો અવાજ આવ્યો હતો. જેથી ગામ લોકો ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. કારનો કચ્ચર ઘાણ વળી ગયો હોવા છતા પણ ગામ લોકો દ્વારા બંન્નેનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે ગાડી ધડાકા ભેર ટેન્કરમાં ઘુસી ગઇ હોવાથી ટેન્કરનું ઓઇલ ગાડીમાં પણ મોટા પ્રમાણમાં ભરાઇ ગયું હતું. જેથી મૃતદેહો કાઢવામાં ગ્રામજનોએ ખાસી મહેનત કરવી પડી હતી.

અકસ્માત બાદ રસ્તા પર પણ ટેન્કરમાં રહેલું ઓઇલ ઢોળાતા રસ્તો પણ રીઢો થયો હતો. જેથી આ રસ્તા પર લપસીને અન્ય વાહનોનાં અકસ્માતો ન થાય તે માટે ગ્રામ લોકોએ ભારે જહેમનત ઉઠાવવી પડી હતી. મોટા પ્રમાણમાં રેતી અને માટી આખા રોડ પર પાથરી દેવામાં આવી હતી. જેથી ઓઇલનાં કારણે બીજા અકસ્માતો નિવારી શકાય.

You might also like