કાર-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ પત્નીનું મોત, પતિ અને ભત્રીજો ગંભીર

અમદાવાદ: રાજકોટ-ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેના પતિ અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે.
અા અંગેની વિગત એવી છે કે નવસારીમાં રહેતા વેપારી છગનભાઈ દામજીભાઈ જેસડિયા તેમના પરિવાર સાથે દિવાળીની રજા માણવા તેમના વતન કાલાવડ નજીક અાવેલા અાણંદપર ગામે અાવ્યા હતા.

રજાઓ માણી છગનભાઈ તેમનાં પત્ની અને તેના ભત્રીજા પાર્થ સાથે નવસારી જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ડિવાઈડર ઠેકી રોંગસાઈડમાં અાવી જઈ સામેથી અાવી રહેલા ટ્રક સાથે અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો જેમાં લાભુબહેન છગનભાઈ જેસડિયાનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જ્યારે છગનભાઈ અને તેમના ભત્રીજાને ગંભીર ઈજા પહોંચી હતી.

અા ઉપરાંત જૂનાગઢ-ધોરાજી રોડ પર પીપરવાડી ગામ પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતાં બાઈક પર જઈ રહેલ અશોકભાઈ ઠેસિયા નામના અાધેડનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેમના પત્ની નીતાબહેનને ઈજોઓ પહોંચી હતી. પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like