પુરઝડપે જતી કારે રિક્ષાને અડફેટે લીધીઃ બેનાં મોતઃ પાંચને ઇજા

અમદાવાદ, શનિવાર
અમદાવાદ-સુરેન્દ્રનગર હાઇવે પર લખતર નજીક દેદાદરા ગામના પાટિયા પાસે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે રિક્ષામાં બેેઠેલા પાંચ મુસાફરોને ઇજા પહોંચતા તમામને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-સુરેન્દ્રનગર હાઇવે પર લખતર નજીક દેદાદરા ગામના પાટિયા પાસેથી રિક્ષાચાલક જગદીશભાઇ દલવાડી રિક્ષામાં મુસાફરો ભરી પસાર થઇ રહ્યા હતા ત્યારે અમદાવાદ તરફ પુરઝડપે જઇ રહેલી એક કારે રોંગસાઇડમાં ઘૂસી જઇ રિક્ષાને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.

જેમાં રિક્ષાચાલક જગદીશ દલવાડી અને પૃથ્વીરાજસિંહ ઝાલા નામની બે વ્યક્તિનાં મોત થયા હતા. જ્યારે પાંચને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like