પિકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માતઃ ૨૦ને ઈજા, ચાર ગંભીર

અમદાવાદઃ શામળાજી ચેકપોસ્ટ નજીક સુનોખ પાસે પિકઅપ વાન અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૦ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જેમાંથી ચારની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ભિલોડા તાલુકાના પાંચ મહુડી ગામના રહીશ ૨૦થી વધુ વ્યક્તિ પિકઅપ વાનમાં બેસી લોકાચારે જવા નીકળ્યા હતા. જેને અા પિકઅપ વાન શામળાજી ચેકપોસ્ટ રોડ પર સુનોક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પૂરઝડપે અાવી રહેલી કાર સાથે પિકઅપ વાન અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો.

અા અકસ્માતમાં પિકઅપ વાનમાં બેઠેલા ૨૦થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ચારની સ્થિતિ અત્યંત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા.

બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે. અા ઘટનાને પગલે શામળાજી ચેકપોસ્ટ નજીક ભારે ટ્રાફિક જામ થઈ જતાં અનેક વાહનો અટવાઈ પડ્યા હતા.

You might also like