જૂનાગઢ રસ્તા પર ઉભેલી બસને ટ્રકે મારી ટક્કર : 7નાં મોત

જૂનાગઢ : જૂનાગઢ હાઇવે પર ઉભેલી બસની પાછળ ટ્રક ઘુસી ગઇ હતી જેનાં પગલે 7 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 15 વ્યક્તિઓ ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બસ હરિદ્વારથી પરત જુનાગઢ આવી રહી હતી. જેમાં 50 લોકો હતા. બસમાં બેઠેલા લોકો દામોદર કુંડમાં સ્નાન માટે જઇ રહ્યા હતા. બસમાં ડીઝલ પુરૂ થઇ જતા ડ્રાઇવરે બસ સાઇડમાં પાર્ક કરી હતી. ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી.

પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ રસ્તાની સાઇડમાં ઉભેલી હતી ત્યારે અચાનક પાછળની ટ્રક કઇ રીતે ઘુસી ગઇ તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં પ્રશાંત ભાઇ કુરજીભાઇ, કાનજીભાઇ નાથાભાઇ હિરપરા, ચંદુભાઇ હાથીસિંહ, સતનભાઇ માધાભાઇ ડોબરિયા, પ્રભાબેન દેવજીભાઇ જ્યારે બે વ્યક્તિની હજી સુધી ઓળખ થઇ શકી નથી.

અકસ્માતમાં રણજી વીરજી, પુષ્પાબેન નાનજીભાઇ, શનિ કાનજીભાઇ, ભીખુભાઇ ગોકળભાઇ, મનસુખભાઇ નાનજીભાઇ, રામજી ઓલાભાઇ, ભીખુભાઇ ડાયાભાઇ, મનસુખભાઇ ઉકાભાઇ, ઇન્દ્રવદન ગોરધનભાઇ, અરજણભાઇ ધેલાભાઇ ઇજાગ્રસ્ત થયા હતા.

You might also like