ફુલ સ્પીડે જતાં બાઇક સામસામે અથડાયાં, બે યુવાનનાં મોત

અમદાવાદ, ગુરુવાર
સુરત-વ્યારા રોડ પરથી ફુલ સ્પીડે પસાર થઇ રહેલા બે બાઇક સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બંને યુવાનનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, વ્યારા તાલુકાના બાલપુર ગામે રહેતા રિતેશ અર્જુનભાઇ ગામીત બાઇક લઇ વ્યારા તરફ જઇ રહ્યા હતા ત્યારે સામેથી પુર ઝડપે કલ્પેશભાઇ ગામીત બાઇક પર આવી રહ્યા હતા ત્યારે સુરત-વ્યારા રોડ પર ટિચકીયા ગામ નજીક આ બંને બાઇક સામસામે અથડાતાં બંને યુવાનો રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એકને સારવાર માટે ખસેડાતા તેનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને બંને લાશોને પીએમ માટે વ્યારાની હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like