કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ત્રણ યુવાનનાં મોતઃ બંને વાહનોનો કચ્ચરઘાણ

અમદાવાદઃ ખેડબ્રહ્મા રોડ પર લક્ષ્મીપુરા નજીક ગઈકાલે મોડી સાંજે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોનાં ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જોરદાર ધડાકા સાથે થયેલા અા અકસ્માતમાં બંને વાહનોનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

અા અંગેની વિગત એવી છે કે લક્ષ્મીપુરા ગામના રહીશ હરેશભાઈ પટેલ સાંજના સુમારે ખેડબ્રહ્માથી નીકળી લક્ષ્મીપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે અા રોડ પર સામેથી અાવી રહેલા બાઈક સાથે કાર અથડાતા અા અકસ્માત થયો હતો. જેમાં હરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈકસવાર હીરાભાઈ સુંદરજી રબારી અને કુવાજી જેઠાજી રબારી અા બંનેનાં ગંભીર ઈજાઓ થવાના કારણે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. પોલીસે ત્રણેય લાશને પીએમ માટે મોકલી અાપી અા અંગે ગુનો દાખલ કર્યો છે.

અા ઉપરાંત વડોદરામાં યાકૂતપુરા મિનારા પાસેથી પસાર થઈ રહેલ ઈસ્માઈલભાઈ કાળુભાઈ દિવાન નામના વેપારી ટેમ્પોની અડફેટે અાવી જતાં તેનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાએ ટેમ્પો પર જોરદાર પથ્થરમારો કરતાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ઈસ્માઈલભાઈ વેલકમ સ્ટીલ નામનું કારખાનું ધરાવે છે. પોલીસે અા બનાવ અંગે ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like