લગ્નમાં હાજરી આપવા જતાં સુરતના પરિવારને નવાપુરમાં નડ્યો અકસ્માતઃ ૧૧ને ઈજા

સુરતઃ સુરતના ડિંડોલી વિસ્તારના પરિવારને ધુલિયા નેશનલ હાઈવે-૬ ઉપર અકસ્માત નડતા ૧૧ વ્યકિતને ઇજા પહોંચી હતી. મૂળ મહારાટ્રના પરિવાર ધુલિયાના ચીંચખેડા ગામે લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ વ્યકિતની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

ડિંડોલી વિસ્તારમાં પ્લોટ નં-૮૭ માં રહેતો મરાઠી પરિવાર ધુલિયાના સાકીના ચીંચખેડા ગામે લગ્નમાં હાજરી આપવા માટે ટવેરા ગાડીમાં જઈ રહ્યો હતો. દરમિયાન સાંજના છ વાગ્યાના અરસામાં સુરત-ધુલિયા નેશનલ હાઈવે નં-૬ ઉપર આવેલા કોઠવા રેલવે ગેટ પાસે સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત સર્જાયા બાદ કાર પલટી મારી ગઈ હતી.

જેમાં કારમાં સવાર કિશોર લક્ષ્મણ સોનાર, દાદાજી બેડસે, ઉજનીબાઈ સિરપત પાટીલ, સંગીતા બેડસે, કવિતા બેડસે, મોનિકા કિશોર સોનાર, વૈશાલી જગતાપ, આરતી બેડસે, મનોજ ધનરાજ કેદારે, લક્ષ્મણ મોહિતેને ઇજા પહોંચી હતી.

આ બનાવમાં સંગીતા બેડસે, આરતી બેડસે, કિશોર સોનારની હાલત ગંભીર જણાતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે.

You might also like