પોરબંદર-રાજકોટ હાઈવે પર અકસ્માત, 3ના મોત, 4લોકોનો આબાદ બચાવ

પોરબંદર-રાજકોટ હાઈવે પર ફરીથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર એરપોર્ટ નજીક ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

અકસ્માતમાં 3 યુવાનો ઘાયલ પણ થયા છે. જો કે તેમની સ્થિતિ પણ ગંભીર જાણવા મળી રહી છે. બીજી તરફ અકસ્માતમાં જ 4લોકોનો આબાદ બચાવ થયો છે. યુવાનો હોલિકા દહન માટે છાણા લઈને જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત થતાં જ લોકોનો ટોળા વળી ગયા હતા અને હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો. લોકોએ 108ને ફોન કરાતા મૃતકોને હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

You might also like