ટ્રેઈલરે છકડાને ઉડાડ્યોઃ ચાર મુસાફરોનાં મોતઃ ચારની સ્થિતિ અત્યંત નાજુક

અમદાવાદ: કચ્છમાં ગાંધીધામ-ભચાઉ હાઈવે પર ટ્રેઈલર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર વ્યક્તિનાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતા જ્યારે ચાર જણાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એ‍વી છે કે ગાંધીધામ-ભચાઉ રોડ પરથી મુસાફર ભરી પસાર થઈ રહેલા છકડા રિક્ષાને સામેથી અાવી રહેલા ટ્રેઈલરે જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળતા અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં બેઠેલ અાઠ મુસાફરો પૈકી હનીફ સુલેમાન અને રામસ્વરૂપ શ્રવણ ગુર્જર સહિત ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે અન્ય ચારને ગંભીર ઈજાઓ પહોંચતા ભુજની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. પોલીસે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તપાસ શરૂ કરી છે.

અા ઉપરાંત ગાંધીનગરના અમિયાપુરા ગામથી તપોવન સર્કલ જતા માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં રાજેન્દ્રભાઈ નામના અાધેડનું મોત થયું હતું. જ્યારે અમિયાપુરા સુઘડ કેનાલ પાસે બાઈક સ્લિપ થતાં થયેલા અકસ્માતમાં અમિયાપુરમાં રહેતા નવઘણજી ઠાકોરનું ગંભીર ઈજા થવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે અકસ્માતે મોતનાં ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like