બે યુવતી અને એક યુવાનનો ગળાંફાસોઃ અકસ્માતે બેનાં મોત

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુના પાંચ બનાવ બનવા પામ્યા છે. જેમાં બે યુવતી અને એક યુવાને ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે એક યુવાનનું બસની અડફેટે અને એક વૃદ્ધાનું દીવાલ નીચે દટાઈ જવાથી મોત થયું હતું.

અા અંગેની વિગત એવી છે કે જીવરાજપાર્ક વિસ્તારમાં અાવેલ શિવનગર ફ્લેટ ખાતે રહેતી ખુશબુબહેન ઉમંગભાઈ પટેલ નામની યુવતીએ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે દાણીલીમડામાં અાવેલી દશરથમુખીની ચાલીમાં રહેતી અનિતા દશરથભાઈ ચુનારા નામની ૧૮ વર્ષની યુવતીએ પણ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. મેઘાણીનગરમાં શિવશક્તિનગર પાસે અાવેલી કુંભાજીની ચાલીમાં રહેતી ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણે પણ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી.

અા ઉપરાંત નરોડામાં અાવેલી નારણનગર સોસાયટીમાં રહેતા દશરથજી અણજણજી ઠાકોર સાંજના પાંચ વાગ્યાના સુમારે નરોડા મ્યુનિસિપલ બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એએમટીએસ બસની અડફેટે અાવી જતાં તેમનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું. જ્યારે રામોલ ગામમાં રાઈસ મીલ સામે અાવેલ ઈન્દિરાનગર ખાતે રહેતા ડાહીબહેન ધનજીભાઈ વાઘેલા નામના ૭૫ વર્ષના વૃદ્ધા પર દીવાલ પડતા દટાઈ જવાથી ગંભીર ઈજા થવાના કારણે એલજી હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like