શિક્ષણ વિભાગનાં ધાંધિયાંઃ RTE હેઠળ પ્રવેશના હજુ ઠેકાણાં નથી

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: રાઇટ ટુ એજયુકેશન એક્ટ (આરટીઇ) હેઠળ આગામી વર્ષ ૨૦૧૯-૨૦ માટે ધોરણ એકમાં પ્રવેશની કામગીરી આ વર્ષે અર્ધો ફેબ્રુઆરી માસ વીતી જવા આવ્યો હોવા છતાં પ્રવેશ પ્રક્રિયાના કોઈ ઠેકાણાં નથી હવે આ પ્રક્રિયા અંદાજે ૨૫ માર્ચ એક મહિના પછી પછી શરૂ થવાની હોવાની શક્યતાના પગલે વાલીઓમાં ચિંતા પેઠી છે

અમદાવાદ શહેર સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા અનામત બેઠકો પર ઓનલાઇન પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ સામાન્ય રીતે ફેબ્રુઆરીથી થઈ જાય છે ગત વર્ષે ૧૬ ફેબ્રુઆરીથી આ પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

જેમાં અમદાવાદ શહેરમાં ૧૯ હજાર જેટલાં બાળકોને જયારે રાજયભરમાં મળી કુલ ૮૦ હજાર જેટલાં બાળકોને આરટીઇ એકટ હેઠળ પ્રવેશ આપવાનો ટાર્ગેટ રખાયો હતો અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા મુજબ આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટેની એક બેઠક વિભાગ દ્વારા ૨૬ ફેબ્રુઆરીના રોજ આયોજિત કરાઈ છે જેમાં આ અંગેના તમામ નિર્ણયો લેવાશે.

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ અને લોક સભા ચૂંટણી તમામ બાબતોની ચર્ચા બાદ આરટીઇ પ્રવેશ પ્રક્રિયા માટેના ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની જાહેરાત કરાશે ગત વર્ષે ફેબ્રુઆરી માસ્સમાં આરટીઇ અંતર્ગત એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં ત્રણ રાઉન્ડમાં અંતિમ રાઉન્ડ ૩૦ ઓગસ્ટ સુધી રહ્યો હતો. કાનૂની અડચણોમાં ફસાયેલી આ પ્રક્રિયા છ માસ ચાલી હતી.

ગત વર્ષે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ગૂગલ મેપના સહારે શાળાઓની ફાળવણી સહિતની બાબતોમાં ઊઠેલી વ્યાપક ફરિયાદો અને કથિત ગેરરીતિઓને જેના કારણે પ્રવેશને લાયક હોય તેવા અમદાવાદના ત્રણ હજારથી વધુ બાળકો સહિત કુલ ૩૮.૦૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયેલા અને ૩૩.૦૦૦ જેટલી બેઠકો ખાલી રહી હતી.

આ વર્ષે પણ ધોરણ ૧માં ખાનગી પ્રાથમિક શાળાઓમાં એડમિશન પ્રક્રિયા ચાલુ થઇ ચૂકી છે આરટીઇ અંતર્ગત પ્રવેશમાટે સરકાર દ્વારા ગુજરાતી માધ્યમની ૪૪૦થી વધુ, હિન્દી માધ્યમની ૮૦, અંગ્રેજી માધ્યમની ૨૫૫, ઉર્દૂની ત્રણ અને સીબીએસઇની તમામ શાળાઓને આરટીઇ એકટ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં સમાવિષ્ટ કરાઇ છે.

આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતાં બાળકોના વાલીઓએ રૂ.એક લાખની વાર્ષિક આવકના પ્રમાણપત્ર, એસસી,એસટી સહિતના જાતિનાં પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, બીપીએલ, કાર્ડ, જન્મનો દાખલો, લાઇટબિલ, ટેલિફોન બિલની છેલ્લી કોપી અને તેની બે મહિનાનાં બિલની કોપી સહિતના સંબંધિત દસ્તાવેજા રજૂ કરવાના રહેશે.

You might also like