ટેંકર ગોટાળામાં ACBએ કેજરીવાલનાં અંગત સચિવની પુછપરછ કરી

નવી દિલ્હી : ભ્રષ્ટાચાર અવરોધી શાખાએ 400 કરોડ રૂપિયાનાં કથિત ગોટાળામાં પોતાની તપાસ અંગે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં અંગત સચિવની પુછપરછ કરી હતી. ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ગત્ત અઠવાડીયે બિભવ કુમારને કહેણ મોકલ્યું અને આજે તેઓ તપાસમાં જોડાયા હતા.

એક વરિષ્ઠ અધિકારીનાં અનુસાર, તે પુછપરછ માટે સાડા અગિયાર વાગ્યે એસીબી કાર્યાલય ખાતે આવ્યા હતા. હાલ તેમની પુછપરછ ચાલુ છે. એસીબીએ દિલ્હીનાં હટાવાયેલા મંત્રી કપિલ મિશ્રાનું વિસ્તૃત નિવેદન ગત્ત અઠવાડીયે રેકોર્ડ કર્યું અને કેટલાક મુદ્દાઓ પર કાલથી તેમની તપાસ કરવામાં આવશે.

મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે ટેંકર ગોટાળાની તપાસ પર પોતાનાં પદનો ઉપયોગ કરી કેટલીક અસર પાડી હતી. આ ગોટાળો શિલાદિક્ષીતનાં કાર્યકાળ સમયનો છે. સુત્રો અનુસાર હટાવાયેલ મંત્રીએ એવો પણ દાવો કર્યો કે કથિત ગોટાળા મુદ્દે કેજરીવાલનાં સહયોગીએ તેમને તત્કાલીન રાજ્યપાલ નજીબ જંગને કેટલાક રિપોર્ટ મોડા પહોંચાડવા માટે જણાવ્યું હતું.

You might also like