ફરી મુશ્કેલીમાં ફસાયા કેજરીવાલ, PWD કૌંભાડમાં ACB એ દાખલ કર્યો સ્ટેટસ રિપોર્ટ

નવી દિલ્હી: એન્ટી કરપ્શન બ્રાંચએ આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને એમના સાઢૂ સુરેન્દ્ર બંસલ વિરુદ્ધ PWD કૌંભાડમાં કોર્ટમાં સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કર્યો છે. એસીબીએ દિલ્હીની તીસ હજારી કોર્ટને આજે સૂચિત કર્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા અન્ય વિરુદ્ધ કથિત PWD કૌંભાડ બાબતે દાખલ ફરિયાદ પર એમને 3 FIR દાખલ કરી છે.

વકીલોએ કોર્ટમાં જણાવ્યું કે અત્યાર સુધી તપાસ કરતાં કંઇ પણ સામે આવ્યું નથી. તેમણે કહ્યું કે કેટલાક લોકો સામે નિશ્વિત આરોપ છે પરંતુ પોલીસે અત્યાર સુધી દબાણના કારણે કંઇ કર્યું નથી. એસીબીએ રાહુલ શર્માની ફરિયાદને આધાર પર આ રિપોર્ટ દાખલ કર્યો છે. એસીબીએ કોર્ટને જણાવ્યું કે એમણે આ બાબતે 3 FIR દાખલ કરાતં કેટલીક જગ્યાઓ પર દરોડા પાડીને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે.

http://sambhaavnews.com/

You might also like