નવરંગપુરાના નીલકંઠ ફ્લેટમાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં અાગ

અમદાવાદ: શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ફલેટમાં એક મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગને કારણે ઘરમાં રહેલી ઘર વખરી અને અમુક દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં તે ઘટના સ્થળે દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી.

ફાયર બ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ વિજય ચાર રસ્તા નજીક નીલકંઠ ફલેટ વિભાગ-૧માં નરેન્દ્રકુમાર પ્રહલાદભાઇ તિવારી રહે છે. ગત સાંજે નરેન્દ્રભાઇના ઘરે એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં જોત જોતામાં ઘરમાં ફેલાઇ હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતાં તેઓ ઘટના સ્થળે દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી પરંતુ ઘરની ઘર વખરી અને દસ્તાવેજો સળગી ગયા હતા.

આગ લાગતાં લોકોમાં દોડધામ પણ મચી ગઇ હતી. આસપાસનાં મકાનમાં પણ આગ ન ફેલાય તે માટે ફાયરબ્રિગેડે તાત્કાલીક તમામને બહાર કાઢી આગને તરત કાબૂમાં લીધી હતી.
http://sambhaavnews.com/

You might also like