AC ઓફિસમાં કામ કરતા ૧૦માંથી ૯ લોકોમાં વિટામિન ડીની કમી હોય છે

અાઠ કલાક ઓફિસમાં બેસીને કામ કરતા લોકોનું સ્વાસ્થ્ય નબળું હોય છે એનું કારણ તેમનું બેઠાડુ જીવન તો હોય જ છે પણ સાથે તેમને જરૂરી વિટમિન ડીનો ડોઝ નથી મળતો એ પણ છે. જે લોકો બહુ લાંબો સમય ઘરની અંદર જ પસાર કરે છે તેમને પૂરતો સૂર્યપ્રકાશ નથી મળતો. કેનેડાની યુનિવર્સિટી ઓફ એલ્બર્ટાના રિસર્ચરોનું કહેવું છે કે ૧૦માંથી ૯ ઓફિસ-વર્કર્સમાં વિટામિન ડીની કમી હોય છે અને એને કારણે તેમનાં હાડકાં નબળાં પડે છે, હૃદયને લગતી સમસ્યાઓ અને કેન્સરનું જોખમ વધે છે. અાઠ કલાકની જોબ કરતા લકોમાં હાડકાં નબળાં પડવાની અને સાંધા જકડાઈ જવા સમસ્યા અપૂરતો સૂર્યપ્રકાશ કારણભૂત છે.
http://sambhaavnews.com/

You might also like