વડોદરાની MS યુનિવર્સિટીની ચૂંટણીમાં આર્ટસ ફેકલ્ટીમાં ABVP સમર્થક જૂથની જીત

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં આર્ટસ ફેકલ્ટીમાં એબીવીપી સમર્થક યુવા શક્તિ જૂથની જીત થઇ છે. ફેકલ્ટી જીએસ તરીકે વિજય નરીયાનીનો વિજય થયો છે. લો ફેકલ્ટીમાં વીવીએસ સમર્થક ફેકલ્ટી જીએસ ઉમેદવાર વિજય બન્યાં છે.

લો ફેકલ્ટીમાં સિધ્ધાર્થ રેલન જીએસ બન્યા. એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં રાકેશ પંજાબીની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં 13 ફેકલ્ટી અને 3 કોલેજોમાં મતગણતરી હાથ ધરાઇ હતી. યુનિવર્સિટીના જીએસ અને વીપીની પોસ્ટ માટે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.

વડોદરા એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અંદાજે 38 ટકા જેટલું મતદા થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન કોમર્સ ફેકલ્ટીમાં થયું હતું અને ઓછુ મતદાન સંસ્કૃત ફેકલ્ટીમાં થયું હતું.

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચૂંટણી દરમિયાન વીવીએસ અને એનએસયુઆઇના નેતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. જો કે હોબાળો ઉગ્ર થતાં ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે 101 મતદાન બૂથો ઉભા કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીની પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ અને સીસીટીવીના માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

You might also like