ABVP કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિનું બેસણું રાખ્યું

અમદાવાદ : ગુજરાત યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર હયાત હોવા છતાં પણ આજ રોજ વિદ્યાર્થી સંગઠન દ્વારા તેમનું બેસણું કરવામાં આવ્યું.
સેનેટ સભ્યોની ટર્મ પૂર્ણ થઇ ગઈ હોવા છતાં પણ સેનેટ વેલ્ફેરની ચૂંટણી યોજવામાં નહિ આવી રહી હોવાના કારણે તેમજ યુનીવર્સીટીને લગતા અન્ય મુદ્દાઓને લઈને વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા આજરોજ યુનીવર્સીટી કેમ્પસમાં જ કુલપતિનું બેસણું કરવામાં આવ્યું હતું.

આ જન્મમાં તેઓ યુનીવર્સીટી માટે સારા કામો કરી શક્યા નથી ત્યારે આવતા જન્મમાં તેઓ સારા કામો કરે એવી પ્રભુને પ્રાર્થના સાથે હયાત કુલપતિનું બેસણું કરવામાં આવ્યું. વિદ્યાર્થી સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કોઈ ઘર્ષણ ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

You might also like