અફઝલની વરસીના કાર્યક્રમ સામે ABVPની દેશવ્યાપી હડતાળનું અેલાન

નવી દિલ્હી: જેઅેનયુમાં અફઝલ ગુરુની વરસી નિમિત્તે કાર્યક્રમ યોજવાના કેસમાં પોલીસે અજાણ્યા લોકો સામે અેફઆઈઆર દાખલ કરી છે. જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ અંગે દેશવ્યાપી હડતાળનું અેલાન જાહેર કર્યું છે. આ મામલે ભાજપના સાંસદ મહેશ ગીરીઅે આવા લોકો સામે દેશદ્રોહનો કેસ ચલાવવા માગણી કરી છે.

આ પહેલાં મહેશ ગીરીઅે ગૃહ પ્રધાન રાજનાથ સિંહને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે તેઓ પોલીસ અને દિલ્હી પોલીસ કમિશનરને કાર્યક્રમનું આયોજન કરનારા આયોજકો વિરુદ્ધ અેફઆઈઆર દાખલ કરવા આદેશ આપે.ગીરીઅે આ કેસમાં પોલીસ કમિશનર બી.અેસ. બસ્સીને પણ પત્ર પાઠવ્યો હતો. આ ઉપરાંત ગીરીઅે માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીને પણ પત્ર પાઠવી જણાવ્યું કે જેઅેનયુના વાઈસ ચાન્સેલરને આદેશ આપવામાં આવે કે તેઓ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવા અનુમતિ ન આપે. અને આવો કાર્યક્રમ યોજનારા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે.

You might also like