ભારતના આ જંગલોમાં આજે પણ બહારના લોકોનો પ્રવેશ નિષેધ, સરકાર પણ દખલ કરતી નથી

અબૂઝમાડ છત્તીસગઢ સ્થિત એક એવો વિસ્તાર છે, જ્યાંના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. અહીંયા હજુ પણ કેવા અને કેટલા આદિવાસીઓ રહે છે તેના વિશે પણ કોઈ જાણી શક્યું નથી. આ વિસ્તારનું આજે પણ રાજસ્વ સર્વેક્ષણ થઈ શક્યું નથી.

પ્રાકૃતિક સૌંદર્યોથી ભરપૂર આ વિસ્તારમાં હજુ પણ ઘણીખરી કસોટીમાંથી પસાર થવું પડે છે. વર્ષ 1986માં BBCની ટીમે અહીંયા ઘોટુલોમાં રહેતા નગ્ન કપલનો ફોટો પાડ્યો હતો, ત્યારથી જ અહીં બહારના લોકોનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. જો કે વર્ષ 2009માં સરકારે પ્રતિબંધ હટાવ્યો છે. જો કે તેમ છતાં આ અંધકારમય જંગલોમાં કોઈ જતું નથી. જો કે હવે નકસલીઓ આ જંગલોમાં ધીમે ધીમે પ્રવેશ કરી રહ્યા છે.

નારાયણપુર જિલ્લાથી લઈને મહારાષ્ટ્ર સુધી લગભગ 4400 વર્ઘ કિમી વિસ્તારમાં ફેલાયેલ અબૂઝમાડના જંગલ આઝાદીના 70 વર્ષ બાદ પણ દુનિયા માટે એક પહેલી છે. અહીંના જંગલોમાં સૂરજની રોશની પણ ઓછી પડે છે, તેમ છતાં અહીં આદિવાસી સંસ્કૃતિ વર્ષોથી વિકસેલી છે.

અબૂઝમાડમાં લગભગ 237 ગામ છે, જ્યાં મડિયા જાતિના લોકો રહે છે. આ લોકો પહાડો પર રહે છે અને બાઈસન હાર્ન મડિયા જાતિના લોકો ઈન્દ્રાવતી નદીના મેદાની જંગલોમાં રહે છે. બાઈસન હાર્મ મડિયા જાતિના લોકો ખાસ પ્રકારના સિંગડા માથે પહેરે છે, તેથી તેમને આ નામે ઓળખવામાં આવે છે. આ લોકોનો બહારની દુનિયામાં સંપર્ક માત્ર મીઠાં અને તેલ સુધીનો જ છે.

અબૂઝમાડના જંગલોનાં રસ્તા નથી, હોસ્પિટલ નથી, વીજળી નથી અને સરકારી પાણીની પણ સગવડ નથી. અહીંના આદિવાસીઓ 70 કિમી જેટલું ચાલીને અબૂઝમાડ મુખ્યાલય સુધી આવે છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને પાછા ચાલ્યા જાય છે.

અહીંના આદિવાસીઓ હળ ચલાવતા નથી
અહીંના આદિવાસીઓ ધરતીને માતા માને છે, તેથી તેમના પર હળ ચલાવતા નથી. તેઓ માને છે કે હળ ચલાવવાથી ધરતી માતાને નુકશાન થાય છે. તેઓ બે-ત્રણ વર્ષ સુધી એક ખેતર વાપરે છે અને પછી બીજી જમીન શોધી લે છે. અહીંયા કોઈ સરકારી સર્વેક્ષણ કે નોંધણી થયેલ નથી. તેથી જે જ્યાં વાવે ત્યાં જ તેની જમીન. અહીં કોઈ જમીન કોઈના નામે નથી.

You might also like