આબુમાં જીપ ૧૦૦ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકીઃ ત્રણનાં મોત

અમદાવાદ: માઉન્ટ આબુ પર સીતાબોરી પાસે ગત મોડી રાત્રે મુસાફર ભરેલી જીપ ૧૦૦ ફૂટ ઊંડી ખાઇમાં ખાબકતાં ત્રણ મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ૧૭ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.
રાજસ્થાનના શિવગંજ નજીક આવેલા પાલડીજોડ ગામના રહીશો જીપ ભાડે કરી માઉન્ટ આબુની સહેલગાહે આવ્યા હતા. પોતાનો પ્રવાસ પૂરો કરી જીપ પરત ફરી રહી હતી ત્યારે માઉન્ટ આબુ પર સીતાબોરી પાસે જીપના ચાલકે ‌િસ્ટયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગઇ મોડી રાત્રે એક વાગ્યાના સુમારે જીપ ૧૦૦ ફૂટ ઊંડી ખાઇમાં ખાબકી હતી.

જીપ ખાઇમાં ખાબકતાં જ જીપમાં બેેઠેલા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ૧૭ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસને જાણ થતાં જ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી જઇ ફાયર‌િબ્રગેડની મદદથી બચાવ કામગીરી શરૂ કરી મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યા હતા.

You might also like