ભારતમાં મોટા આતંકી હુમલાની ફિરાકમાં લશ્કરનો કમાન્ડર

નવી દિલ્હી : લશ્કર કમાન્ડર અબૂ દુજાના સેના, પેરામિલેટ્રી ફોર્સના કેમ્પ પર મોટો હુમલો કરે તેવા અહેવાલ મળી રહ્યાં છે. ગુપ્તચર એજન્સીઓના હવાલેથી મળી રહેલી જાણકારી મુજબ લશ્કરનો કમાન્ડર સેના પર હુમલો કરી હથિયાર લૂંટવાનું ષડયંત્ર રચી રહ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અબૂ દુજાનાને મોટો આતંકી હુમલો કરવા કરવા માટે ભારે માત્રામાં હથિયારની જરૂર છે. જેના માટે તે સેના તેમજ પેરામિલેટ્રી ફોર્સ પર હુમલો કરવાની ફિરાકમાં છે. અબૂ દુજાના હાલમાં એક અથડામણ બાદ ભાગી જવામાં સફળ રહ્યો હતો. આમ, ગુપ્તચર એજન્સીઓ હવાલેથી મળતી માહિતી મુજબ લશ્કરનો કમાન્ડર અબૂ દુજાના તેના આતંકી સંગઠન સાથે સેના તેમજ પેરામિલેટ્રી ફોર્સ પર હુમલો કરવાની ફિરાકમાં છે. આ હુમલા પાછળનું કારણ હથિયાર લૂંટવાનું હોવાનું જાણવા મળ્યું છે.

You might also like