વિદેશની યુનિવર્સિટીમાં ભણવાનું વિચારો છો… તો જાણો કઇ પરીક્ષા કરવી પડે છે પાસ..

જો તમે વિદેશની કોઇપણ યુનિવર્સિટીમાં ભણવાનું વિચારો છો તો તમારી પાસે GMAT, GRE, SAT, TOEFL, TWE, TSE, પરીક્ષાઓ અંગેની જાણકારી હોવી જોઇએ. અલગ-અલગ ક્ષેત્ર અને અંગ્રેજીની જાણકારી માટે આ પરિક્ષાઓ લેવામાં આવે છે. ઘણાખરા દેશો અને ઇન્સ્ટીટ્યુટ અને યુનિવર્સિટીએ આ પરીક્ષાને ફરજિયાત કરી છે. તો આ પરીક્ષાઓ અંગેની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવી છે.

Test of English as a Foreign Language (TOEFL): જો તમે અમેરિકામાં સ્ટડી કરવાનું વિચારી રહ્યાં હો તો આ પરીક્ષા દરેક પ્રોગ્રામ્સ માટે જરૂરી છે. આ પરિક્ષામાં વિદ્યાર્થીનો અંગ્રેજી માટે ટેસ્ટ લેવામાં આવે છે. યુકે, કેનાડા અને ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના બીજા 130 દેશમાં ભણવા જવા માટે આ પરીક્ષા જરૂરી છે.

International English Language Testing System (IELTS): આ પરિક્ષા અંગ્રેજી ભાષાની પ્રોફેશિએન્સી ટેસ્ટ છે. જો તમે યૂકે, કેનાડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં ભણવા જવાનું વિચારી રહ્યાં છો તો આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ઘણા દેશોમાં તો IELTSની પરીક્ષા વગર વિઝાની સુવિધા પ્રાપ્ત થતી નથી. આ પરીક્ષા 140 દેશો માટે ફરજિયાત છે.

Test of Spoken Engliesh (TSE): જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જઇ રહ્યાં છે અને જેઓને આર્થિક મદદની જરૂરિયાત છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવી પડે છે. તે સિવાય જે વિદ્યાર્થીઓ અમેરિકામાં ટીચિંગ આસિસ્ટેન્ટશિપ માટે જઇ રહ્યાં છે તેમણે આ પરિક્ષા આપવી પડે છે.

The Graduate Record Examiniation (GRE): આ પરીક્ષા વિદ્યાર્થીઓ આર્ટ, સાઇન્સ અને એન્જિનિયરીંગમાં રિસર્ચમાં રજીસ્ટ્રેશન કરવા માટે આપતાં હોય છે. આ પરિક્ષા દ્વારા વિદ્યાર્થીઓનો મેથેમેટિક્સ અને એનાલિટિકલ સ્કિલનો ટેસ્ટ લેવાય છે.

The Graduate Management Admission Test (GMAT): આ પરીક્ષા વિદ્યાર્થીઓના મેથેમિટકલ અને એનાલિટિકલ સ્કિલ્સની જાણકારી મેળવવા માટે લેવામાં આવે છે. દુનિયાના અંદાજે 900 મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ આ પરીક્ષામાં સારા માર્કસવાળા વિદ્યાર્થીઓ ઇચ્છતા હોય છે.

Test of written English (TWE): આ પરીક્ષા અંગ્રેજીમાં લખવાની સંબંધિત હોય છે.

You might also like