નાઇજીરિયામાં ભૂખમરાને કારણે મરી શકે છે 80 હજાર બાળકો, Unicef ચિંતિત

લાગોસ: નાઇજીરિયામાં ભૂખમરાના સંકટે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાના એંધાણ આપી દીધા છે. આને કારણ મોટી સંખ્યામાં બાળકોના મોત થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રની ચાઇલ્ડ એજન્સી યૂનિસેફે ચેતવણી આપી છે કે જો સમય પર ઇલાજ તેમજ ખોરાક નહિ મળે તો 80 હજાર બાળકો ભૂખમરાની ઝપેટમાં આવીને મૃત્યું પામી શકે છે. નાઇજીરિયામાં આતંકી સંગઠન બોકો હરમને કારણે ભૂખમરો પેદા થયો છે. 2017 સુધી 5 લાખ બાળકો ભખમરાની ઝપેટમાં આવી શકે છે.

યૂનિસેફના કાર્યકારી નિર્દેશક એન્થોને લેકનું કહેવું છે કે ભૂખમરાનું સંકટ તબાહીનું સ્વરૂપ લઈ શકે છે. નાઇજીરિયામાં 4 લાખથી વધુ બાળકો ભૂખમરાને આરે આવી પહોંચ્યા છે. અહી અત્યાસ સુધી સંઘર્ષમાં 20 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. સાત વર્ષમાં ઉગ્રવાદને કારણે 26 લાખથી વધુ લોકો અસર પામ્યા છે.

You might also like