અવાજ કરતાં ૪૦ ગણી વધુ ગતિવાળું એરક્રાફ્ટ બનાવ્યું ભારતીય ડિઝાઇનરે

નવી દિલ્હી: અભિષેક રોય કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેમણે એક એવું એર ક્રાફ્ટ બનાવવામાં સફળતા મેળવી છે જેની ગતિ અવાજની ગતિ કરતાં ૨૪ ગણી વધુ છે. એટલું જ નહીં અા લક્ઝરી એર ક્રાફ્ટ ન્યૂયોર્કથી દુબઈના અંતરને માત્ર ૨૨ મિનિટમાં કાપી શકે છે. અભિષેક કેનેડાની ઇન્વેસ્ટર ચાર્લ્સ બોમ્બાર્ડિયરના એન્ટિપોડ પ્રોજેક્ટ ટીમના એક માત્ર ડિઝાઈનર છે.

અાટલા પ્રતિભાશાળી હોવા છતાં અભિષેક અત્યંત વિનમ્ર છે. પ્રોજેક્ટમાં પોતાના યોગદાનને અોછું અાંકતાં તેઓ કહે છે કે પ્લેનની ડિઝાઈન મેં કરી છે. તે અાકર્ષક લાગે છે પરંતુ દમદાર નથી. કોઈ અેર ક્રાફ્ટ એન્જિનિયર તેને કચરામાં નાંખી દેશે.  અિભષેક સાથે જોડાયેલી વધુ એક અાશ્ચર્યજનક વાત અે છે કે અેર ક્રાફ્ટ અને પ્લેન િડઝાઈન તો કરે છે પરંતુ પોતે ફ્લાઈટથી ડરે છે. એક વખત તેને પ્લેનના ડેનોની નીચે લાગેલો સ્ક્રૂ ઢીલો લાગ્યો. તેમણેે પાઈલટને બોલાવ્યો અને ડાયગ્રામ બનાવીને બતાવ્યું અને કહ્યું કે કેવી રીતે અા ઢીલો સ્ક્રૂ ફ્લાઈટ માટે ખતરારૂપ બની શકે છે.

બોમ્બાર્ડિયરનું હાઈપરસોનિક પ્લેન વારંવાર ઉપયોગમાં લેવાનાર રોકેટ બુસ્ટરથી લોન્ચ થશે. તેમાં કંઈક એવી વ્યવસ્થા કરાઈ છે કે જેમાં ઘર્ષણથી ઉત્પન્ન થનારી ગરમી અને સોનિક બૂમ પણ અોછી રહેશે.  પ્રોજેક્ટ સાથે રોય જોડાયાની વાત ૨૦૧૪માં બોમ્બાર્ડિયરને મળેલા એક ઇ મેઇલથી શરૂ થાય છે. રોય વિયલેબર ટેકનોલોજી સ્ટાર્ટ અપ ડુસેર સાથે મળીને બ્રાન્ડ વ્યક્તિઅો માટે એક ખાસ પ્રકારનાં જૂતાં ડિઝાઈન કરી રહ્યા હતા. બોમ્બાર્ડિયરે તેમના કોલેજ પ્રોજેક્ટથી પ્રભાવિત થઈને અભિષેકનો સંપર્ક કર્યો અને અભિષેકની બોમ્બાર્ડિયર સાથેની સફર શરૂ થઈ. બોમ્બાર્ડિયરે જણાવ્યું કે રોય પાસેથી ખૂબ મદદ મળી રહી છે. તેમનું નવું એલિમેન્ટ રજૂ કરવાનું અને નવા વિચારોને પ્રોત્સાહન અાપવાનું કામ ગજબનું છે.

You might also like