એક ફિલ્મમાં કામ કરીને ખુશ થશે બચ્ચન પરિવાર: અભિષેક બચ્ચન

નવી દિલ્લી: અભિષેક બચ્ચન પોતાના પિતા અમિતાભ બચ્ચન અને પત્ની એશ્વર્યા રાય બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. અને તેઓનું કહેવું છે કે જો તેમની માતા જયા બચ્ચન સહિત સમગ્ર પરિવારનો સાથ મળે તો એક ફિલ્મમાં કામ કરવાની તક મળશે તો તે વધુ ખુશ થશે.

અભિષેકે કહ્યું કે પરિવાર સાથે કામ કરવામાં તેમને વધુ રસ છે પરંતુ એક જ કહાની સ્વીકાર કરવા માટે ચારેયની સહમતી હોવી અઘરું કામ છે.
40 વર્ષના અભિનેતાએ કહ્યું, ‘આ ચાર અલગ અલગ અભિનેતાઓ સાથે જોડાયેલી વાત છે જેમાં ચારેયને એક પટકથા પસંદ આવવી જોઈએ. એવું નથી કે અમે એક પરિવારના છીએ એટલા માટે એક ફિલ્મમાં સાથે કામ કરી લઈએ. અમે ચારેય અલગ અલગ પસંદગી ધરાવીએ છીએ.’

તેમણે કહ્યું કે એક સાથે ફિલ્મ કરીને ચારેયને ખુશી થશે પરંતુ આ અમ સૌને એ પહેલાં પસંદ આવવી જોઈએ. અભિષેકે પોતાની પત્તિ સાથે પા, બંટી અને બબલી અને કભી અલવિદા ના કહેના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે પોતાની પત્ની સાથે કુછના કહો, ગુરુ અને રાવણમાં સાથે કામ કર્યું છે.
અમિભાત, અભિષેક અને એશ્વર્યા વર્ષ 2005માં ‘કજરા રે’માં એક સાથે નજર આવ્યાં હતાં.

You might also like