અભિષેક છે ઐશ્વર્યાથી નારાજ, કાંઇક આવો કર્યો વર્તાવ, જુઓ વીડિયોમાં..

મુંબઇઃ બોલિવુડના ક્યુટ અને પાવર ફૂલ કપલમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચની ગણતરી થાય છે. ઇવેન્ટ હોય કે પછી રેડ કાર્પોટ બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી હંમેશા મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર રહી છે. પરંતુ કદાચ અત્યારે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ સરબજીતના સ્ક્રીનિંગ વખતે અભિષેક બચ્ચન જાણે ઐશ્વર્યા રાયથી કોઇ બાબતને લઇને નારાજ હોય તેવું લાગી રહ્યું હતું. રેડ કાર્પેટ પર તે અચાનક જ ફોટા પડાવતા પડાવતા ચાલતો થઇ ગયો હતો. અભિષેક બચ્ચનનો ઐશ્વર્યા રાય સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સરબજીતની સ્ક્રીનિંગમાં સમગ્ર બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાના માતા-પિતા અને ભાઇ પણ હતા. રેડકાર્પેટ અપિરિયન્સ દરમ્યાન એશ અને અભિષેકને મીડિયા કેમેરામાં કેદ કરી રહ્યાં હતા. ત્યારે અભિષેક ઐશ્વર્યાને અવગણીને આગળ ચાલતો થઇ ગયો હતો. અભિષેકના ચહેરા પર ઐશ્વર્યાને લઇને નારાજગી સ્પષ્ટ પણે જોવા મળી રહી હતી. અભિષેકના આ વ્યવહારથી ઐશ્વર્યા પણ અચંભામાં પડી ગઇ હતી અને તે પણ મીડિયાને થેક્સ કહીને ચાલતી થઇ ગઇ હતી.

હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિલમાં જ્યારે ઐશ્વર્યાની લિપસ્ટિકને લઇને લોકો તેની મજાક ઉડાવી રહ્યાં હતા. ત્યારે અભિષેક બચ્ચન ઐશ્વર્યાના બચાવમાં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે હંમેશાની જેમ તે કાન્સમાં સુંદર લાગી રહી હતી. દુનિયા શું વિચારે છે તેનાથી તેને કોઇ જ ફર્ક પડતો નથી. ત્યારે અભિષેકના આ રીતના વ્યવહારથી ઐશ્વર્યા સહિત દુનિયાના તમામ લોકોને વિચારતા થઇ ગયા છે.

You might also like