શું તમે જાણો છો અભિષેક બચ્ચનના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશે?

મુંબઇઃ અભિષેત બચ્ચન ભલે પોતાના પિતા અને પત્ની જેટલો સફળ ન રહ્યો હોય. પણ આ જૂનિયર બચ્ચનનું નામ એક ખાસ પ્રકારની સિદ્ધિ સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયું છે. અભિષેતનું નામ ગિનીઝ બુકમાં 12 કલાકમાં સૌથી વધારે વખત પબ્લિક સામે આવનારા સ્ટાર તરીકે જોડાયું છે.

આ મામલે અભિષેકે હોલિવુડ એક્ટર વિલ સ્મિથને પાછળ પાડી દીધી છે. જે વર્ષ 2004માં પોતાની ફિલ્મ આઇ  રોબોટના પ્રમોશન દરમિયાન બે કલાકમાં ત્રણ વખત પબ્લિકમાં જોવા મળી હતી. દિલ્હી 6ના પ્રમોશન દરમિયાન અભિષેકે આ રેકોર્ડ બનાવ્યો હતો.

22 ફેબ્રુઆરી 2009ના રોજ 12 કલાકમાં ફિલ્મ પ્રમોશન માટે અભિષેક સતત 7 શહેરોમાં ફર્યો હતો. જેમાં ગાઝિયાબાદ, નોએડા, ફીદાબાદ, દિલ્હી, ગુડગાંવ, ચંદીગઢ અને મુંબઇ જેવા શહેર શામેલ છે. આ માટે તેણે પોતાના પ્રાઇવેટ જેટ અને કારથી લગભગ 18000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

 

You might also like