અભિષેક-ઐશ્વર્યા વચ્ચે પહેલી નજરમાં પ્રેમ થયો ન હતો

બોલિવૂડના સ્ટાર કપલ ગણાતાં ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્નને ભલે ઘણાં વર્ષો વીતી ચૂક્યાં હોય છતાં પણ તેમના વિશેની ઘણી એવી વાતો છે જે લોકો જાણતા નથી. ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે પહેલી નજરમાં પ્રેમ થયો ન હતો. આ બંનેની જોડીએ ‘ઢાઇ અક્ષર પ્રેમ કા’, ‘કુછ ના કહો’ જેવી બે ફિલ્મો સાથે કરી હતી, પરંતુ ત્રીજી ફિલ્મ ‘ગુરુ’ના સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો. આ પહેલાં બંને માત્ર દોસ્ત હતાં. ૨૦૦૬માં ફિલ્મ ‘કભી અલવિદા ન કહેના ‘ના શૂટિંગ દરમિયાન અભિષેકે તેના પિતાની તસવીરને સંબોધીને અને રાની મુખરજીને કહ્યું હતું કે તે તૂટી ગયો છે. તેની આ વાત પર કરણ જોહર રડવા લાગ્યો હતો ત્યારે મિકી કોન્ટ્રાક્ટર તેને લોંગ ડ્રાઇવ પર લઇ ગયો, જ્યાં અભિષેકે ખૂલીને સ્વીકાર્યું હતું કે તે ઐશ્વર્યાને પ્રેમ કરે છે.

એશ પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરવા અભિષેકે ડિઝાઈનર ડાયમન્ડ જ્વેલરીના બદલે ગુરુ ફિલ્મના શૂટિંગ વખતે પહેરેલી રિંગ આપી હતી. ઐશ્વર્યાના ઘરે ડઝન જેટલાં લોકર્સ હોવા છતાં પણ તેને પતિ અભિષેક માટે જમવાનું બનાવવું ગમે છે. તે એક સારી કૂક છે. બોલિવૂડની ટોપ અભિનેત્રી હોવા છતાં ઐશ્વર્યા અભિષેક પાસે કરિયર સંબંધિત સલાહ લે છે. ઐશ્વર્યાએ ઝઝબા ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કર્યું. તેની સલાહ તેને અભિષેકે આપી હતી, કેમ કે અભિષેકને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી હતી. અભિષેક ઐશ્વર્યાની ફિલ્મોની પસંદગી અંગે સલાહ આપે છે અને એશ તેને સ્વીકારે પણ છે. •

You might also like