ફિલ્મનાં અસલી મા-બાપ દર્શકો છેઃ અભિષેક

અભિષેક બચ્ચનને કરિયરની શરૂઆતમાં કંઇ ખાસ સફળતા ન મળી. તેની ફિલ્મો નિષ્ફળ રહી, પરંતુ ધીરે ધીરે તેણે એક અલગ છાપ ઊભી કરી. કેટલીક ફિલ્મોમાં અલગ પ્રકારની ભૂમિકા ભજવી ચૂકેલા અભિષેકની ફિલ્મી ગાડી થોડી પાટા પર આવી છે. સમીક્ષકોએ ‘હાઉસફૂલ-૩’ને સારું રેટિંગ ભલે ન આપ્યું, પરંતુ ફિલ્મે સારી કમાણી કરી. આ અંગે વાત કરતાં અભિષેક કહે છે કે કોઇ પણ ફિલ્મનાં અસલી મા-બાપ ક્રિટિક્સ નહીં, પરંતુ દર્શકો હોય છે, કેમ કે તેઓ ખિસ્સાં હળવાં કરી થિયેટરમાં આવે છે, જ્યારે લાખો-કરોડો દર્શકો તમારી ફિલ્મો પસંદ કરે છે તો મુઠ્ઠી ભરેલા સમીક્ષકોની શી વેલ્યૂ કરવી?

નિર્દેશક અને અભિનેતાની અરસપરસની સમજૂતીથી ફિલ્મ અને ભૂમિકા વધુ મજબૂત બને છે. આ અંગે અભિષેક કહે છે કે હું મારા તમામ નિર્દેશકોને પૂરેપૂરી ક્રેડિટ આપવા ઇચ્છું છું, કેમ કે હું ખૂબ જ લિમિટેડ ટાઇપનો અભિનેતા છું. હું મારા નિર્દેશકોની ખાસ મદદ ઇચ્છું છું. મને મારી મર્યાદાઓનો ખ્યાલ છે. મારે માત્ર ડિરેક્ટરનાં પ્રેમ અને વિશ્વાસ જોઇએ છે. શું ફિલ્મો માટે સિક્સપેક એબ્સ જરૂરી છે? આ અંગે વાત કરતાં અભિષેક કહે છે કે જો પાત્રની જરૂર હોય તો તે જરૂરી છે. તે કહે છે કે જ્યારે હું ‘ગુરુ’ ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે મણિરત્નમે કહ્યું કે જેમ જેમ ગુરુ ઘરડો થતો જશે તેમ તેમ તેનું વજન વધતું જશે ત્યારે મેં તે ફિલ્મ માટે ૧૧ કિલો વજન વધાર્યું હતું. તે ફિલ્મની જરૂર હતી.
જો કાલે ઊઠીને કોઇ ફિલ્મમાં તેવી જરૂર પડશે તો હું તેમ પણ કરીશ. •

You might also like