ફરી એક વખત પડદા પર સાથે જોવા મળશે એશ અને અભિષેક

મુંબઇઃ ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની કમાલની કમેસ્ટ્રી દર્શકોને ફરી એક વખત જોવા મળશે. મણિરત્મનની રાવણ ફિલ્મ બાદ આ જોડી ક્યારે પણ એક સાથે ફિલ્મમાં જોવા મળી નથી. ત્યારે હવે ગુલાબ જામુન ફિલ્મ દ્વારા બંને  એક સાથે ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ કરી રહ્યાં છે. જો બંને આ ફિલ્મ સાઇન કરશે, તો આ ફિલ્મ તેમના ફેન્સ માટે ખૂબ જ ખાસ ફિલ્મ રહેશે. આ પહેલાં અભિષેક અને એશ સાત ફિલ્મો એક સાથે કરી ચૂક્યા છે. જેમાં ઢાઇ અક્ષર પ્રેમ કે, કુછ ના કહો, ઉમરાવ જાનસ ધૂમ-2, ગુરૂ, સરકાર અને રાવણ છે.

http://sambhaavnews.com/

You might also like