એશ- અભિની જોડીએ કર્યા લગ્નના 10 વર્ષ પૂરા

મુંબઇઃ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન જીવનને આજે દસ વર્ષ પૂરા થયા છે. 20 એપ્રિલ 2007ના રોજ અભિષેક અને ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતા. આ બંનેની પ્રેમ કહાણી ફિલ્મ ઢાઇ અક્ષર પ્રેમ કે અને કુછના કહોથી શરૂ થઇ હતી. અભિષેકની સગાઇ બોલિવુડ એક્ટ્રેસ કરીશ્મા સાથે થઇ હતી. જે બાદમાં તૂટી ગઇ હતી. જેના થોડા વર્ષો પછી ઐશ્વર્યા અભિષેકના જીવનમાં આવી હતી. ફિલ્મ ગુરૂ બાદ એશ અને અભિ એકબીજાની વધુ નજીક આવ્યા હતા. ટોરેન્ટોમાં ફિલ્મ ગુરૂના પ્રીમિયર વખતે અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કરી હતી.

જો કે તે સમયે ઐશ્વર્યાએ અભિને ના પાડી હતી. પ્રીમિયરમાંથી પરત આવ્યા બાદ 14 જાન્યુઆરીએ બંને સગાઇ કરી લીધી હતી. જોકે તેમના લગ્નથી મીડિયાને દૂર રાખવામાં આવી હતી. વર્ષ 2011માં ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો. આરાધ્યા બોલિવુડ સેલિબ્રિટી કિડ્સમાં ખૂબ જ પોપ્યુલર છે.  પોતાની પુત્રીની દેખભાડ માટે ઐશ્વર્યાએ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. ત્યાર બાદ ઐશ્વર્યાએ જબ્બાથી ફિલ્મોમાં કમબેક કર્યું હતું. હાલમાં જ એશ એ દિલ હે મુશ્કેલમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.

http://sambhaavnews.com/

You might also like