NIAએ અબ્દુલ વાહિદની કરી ઘરપકડ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તાપસ એજન્સી(NIA)એ ઇન્ડિયન મુજાહિદીનના આંતકી અબ્દુલ વાહિદ સિદ્દિબાપાની ઘરપકડ કરી છે. તેની વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ બહાર પાડવામાં આવી છે.

ઘરપકડ કરવામાં આવેલો અબ્દુલ વાહિદ ભારતમાં અનેક આંતકવાદી હુમલાઓને અંજામ આપી ચૂક્યો છે. તેણે ઇન્ડિયન મુજાહદીન માટે આંતવાદિયોની ભરતી પણ કરી હતી.

તે દુબઇમાં બેસીને આંતકી પ્રવૃત્તિઓને પ્રમોટ કરતો હતો. તેની વિરૂદ્ધ પહેલેથી જ અરેસ્ટ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. તે કર્ણાટકનો રહેવાસી છે.

 

You might also like