ગુલશન કુમારના હત્યારાને લાવવામાં આવશે ભારત, દાઉદનો ખાસ છે રઉફ

નવી દિલ્હીઃ  ટી સીરીઝ કંપનીના માલિક ગુલશન કુમારની હત્યાના દોષી અબ્દુલ રઉફને ભારત લાવવામાં આવશે. બાંગ્લાદેશ સરકાર હવે જલ્દી રઉફને ભારતને સોપી રહી છે. કુત્યાખ અપરાધી અબ્દુલ રઉફ દાઉદ ઇબ્રાહિમનો ખાસ બાતમી દાર હતો. રઉફની વર્ષ 2009માં બાંગ્લાદેશમાં ઘરપકડ કરવામાં આવી હતી. અબ્દુર રઉફ હાલ બાંગ્લાદેશની જેલમાં છે.

વર્ષ 1997માં ટી સીરીઝ કંપનીના માલિક ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી. ગુલશન કુમારની હત્યા પાછળ અબ્દુર રઉફનો હાથ હતો.  હાલ કુત્યાખ આરોપી અબ્દુર રઉફને ભારત લાવવાની કવાયત ઝડપી બનાવવામાં આવી રહી છે.

You might also like