સરકારે લઘુમતીઓેને સુરક્ષાનો અહેસાસ કરાવવો જોઈએઃ અંસારી

નવી દિલ્હી: લઘુમતીઓનાં ટોળાં દ્વારા હત્યા કરવાના મામલે મોદી સરકારની ચુપકીદી અંગે થઈ રહેલા સવાલ અંગે ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ અબ્દુલ રશીદ અંસારીએ જણાવ્યું છે કે તેમની પાર્ટી લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાને લઈને ચિંતિત છે. તેથી લઘુમતીઓને તેમની સુરક્ષાને લઈને સરકાર ચિં‌િતત છે તેનો અહેસાસ કરાવવો જોઈએ.

રશીદે ભાજપના નેતા શાહનવાઝ હુસેનના ઘેર ઈદ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે સરકારે લઘુમતીઓ માટે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે તેનાથી તેમને એવું લાગે કે સરકાર તેમની ચિંતા કરી રહી છે. અંસારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યાર વલ્લભગઢમાં ગત ૨૨ જૂને ટ્રેનમાં જતા ૧૫ વર્ષીય જુનૈદની નજીવી બાબતે હત્યા થઈ હતી. જેમાં જુનૈદ અને તેના ભાઈઓને બીફ ખાનારા કહીને હુમલાખોરોએ તેમની મારપીટ કરી હતી. અને જુનૈદના મોત બાદ ભાજપના નેતાઓ મૌન કેમ છે તેવા સવાલનો જવાબ આપતાં અંસારીએ જણાવ્યું હતું કે હું એક મુસ્લિમ તરીકે નહિ પણ એક ભારતીય નાગરિક અને રાજકીય પક્ષના સભ્ય તરીકે ચિં‌િતત છું અને આ મામલે અમારી પાર્ટી ખૂબ ચિં‌િતત છે. અંસારી ભારતીય જનસંઘ સાથે સંકળાયેલા હતા અને ચાર વર્ષ પહેલાં ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ બન્યા હતા.

અંસારીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યકિત ભાજપના નેતા અને ભાજપના નેતૃત્વવાળી સરકાર સામે સવાલ ઉઠાવી ન શકે. તેમણે જણાવ્યું કે ટ્રેનમાં ભીડ દ્વારા કરવામાં આવેલી હત્યાને સરકારની નિષ્ફળતા ગણી ન શકાય. ત્રણ કે ચાર પોલીસ કર્મચારી અથવા સુરક્ષાદળની ટીમ પણ ભીડ સામે કંઈ કરી ન શકે. તેમ છતાં આવી ઘટનામાં તેમની ક્ષમતા સામે સવાલ ઉઠાવવામાં આ‍વી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like