અપહ્યત ભારતીય પાદરીએ કહ્યું વડાપ્રધાન મારા માટે ગંભીર પ્રયાસો નથી કરી રહ્યા

કોચ્ચિ : આ વર્ષે યમનથી અપહરણ કરાયેલ એક ભારતીય કેથલિટ પાદરીએ પોપ ફ્રાંસિસ અને કેન્દ્ર સરકારે એક વીડિયો દ્વારા પોતાને છોડાવવા માટેની અપીલ કરી છે. પાદરીને વીડિયોમાંવડાપ્રધાન અને રાષ્ટ્રપતિને અપીલ કરતા કહ્યું કે તેમના માટે કોઇ ગંભીર પ્રયાસો નથી કરી રહ્યા. કેરળમાં સમાચાર ચેનલો દ્વારા પ્રસારિત આ વીડિયોમાં પાદરી ફાધર ટોમ ઉઝુન્નલિલેની સાથે ભેદભાવ થઇ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

પાદરીએ રડમસ અવાજમાં કહ્યું કે, જો હું એક યૂરોપીયન પાદરી હોત તો મને વધારે ગંભીરતાથી લેવામાં આવ્યો હોત. હું ભારતનો નાગરિક છું એટલા માટે મારૂ મહત્વ નથી. તેમણે ક્રિસમસનાં એખ દિવસ બાદ આ વીડિયોમાં કહેવાયું કે, માનનીય પોપ ફ્રાંસિસ, માનવીય પવિત્ર ફાધર, એક ફાદર તરીકે મારા જીવનનો ખ્યાલ કરો.હું ખુબ જ હતાશ છું, મારો સ્વાસ્થય બગડે છે.

કેરળનાં નિવાસી ફાધર ઉઝનિલ્લનું માર્ચમાં આતંકવાદીઓના સમુહ ઇસ્લામિક સ્ટેટ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ઇસ્લામીટક સ્ટેટે દક્ષિણી યમનનાં અદન શહેરમાં મધર ટેરેસાની મિશનરી ઓફ ચેરિટી દ્વારા સંચાલીત એખ વૃદ્ધ આશ્રમ પર હૂમલો કર્યો હતો.

You might also like