એબી ડિવિલિયર્સ વિશે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકાના બેટસમેન અલવિરો પીટરસને જણાવ્યું હતું કે, આ વર્ષની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રોટિયાઝ ઝિમ્બાબ્વે સામે મુકાબલો કરશે. એબી ડિવિલિયર્સ આ ટેસ્ટના માધ્યમથી દક્ષિણ આફ્રિકાની ટીમમાં વાપસી કરી શકે છે. ડિવિલિયર્સ અત્યારે ટેસ્ટ ફોરમેર્ટથી બ્રેક પર છે, કારણ કે 2019 વર્લ્ડ કપ માટે તે પોતાને ફિટ રાખવા ઇચ્છે છે. જો કે, ડિવિલિયર્સ દ્વારા દાલમાં જ એક વીડિયોમાં જણાવામાં આવ્યું હતું કે, ઓક્ટોબર બાદ તે રાષ્ટ્રીય ટીમ માટે ત્રણેય ફોરમેર્ટમાં નજરે આવશે.

જો કે, ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ આ અંગેની પૃષ્ટિ કરી નથી પરંતુ, પીટરસને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ડિવિલિયર્સની વાપસીનો ખુલાસો કર્યો છે. તેણે ત્રણ ટ્વિટ કર્યા છે. જેમાં તેણે કહ્યું છે કે, બોક્સિંગ ડે ટેસ્ટ પોર્ટ એલિઝાબેથના મેદાન પર રમાશે. જેમાં ડિવિલિયર્સ વાપસી કરતા જોવા મળશે.

જણાવી દઇએ એબી ડિવિલિયર્સ પાછા ફરે, તો છેલ્લા વર્ષે સેન્ચુરિયનમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ પછી તે પહેલીવાર ટેસ્ટ રમતા દેખાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ નહી કરી શકે. ટીમ ઇન્ડિયાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ચાર ટેસ્ટ, પાંચ વન ડે અને બે ટી 20 મેચ રમવાની છે. પરંતુ ટીમ ઇન્ડિયાની શ્રીલંકા વિરુદ્ધ સીરીઝ ડિસેમ્બરના અંતમાં ખત્મ થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે સમમ સર દક્ષિણ આફ્રિકા નહી પહોંચી શકીએ. શ્રિલંકાનો પ્રવાસ 24 ડિસેમ્બર સમાપ્ત થશે ત્યારબાદ અમારા ખેલાડીઓને થોડો આરામ આપવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ મોટો છે, એટલા માટે ખેલાડીઓને બે અભ્યાસ મેચ રમવું જરૂરી છે.

You might also like