વિરાટે મારામાં ક્રિકેટના ઝનૂનને જાળવી રાખ્યુંઃ ડીવિલિયર્સ

બેંગલુરુઃ દક્ષિણ આફ્રિકાના વન ડે કેપ્ટન એબી ડીવિલિયર્સની છબિ ક્રિકેટ મેદાનમાં ચારે બાજુ શોટ ફટકારાના બેટ્સમેનની છે, પરંતુ તાજેતરમાં જ તેનું એક અલગ રૂપ બહાર આવ્યું છે. આ રૂપ છે આઇપીએલમાં આરસીબીના તેના કેપ્ટન વિરાટ કોહલીના મદદરૂપ અને દોસ્તનું. ડિવિલિયર્સના જણાવ્યા અનુસાર કોહલીએ ક્રિકેટ પ્રત્યેના તેના ઝનૂનને જાળવી રાખવામાં ખૂબ મદદ કરી છે.

ડીવિલિયર્સે કહ્યું, ”હું તેનાથી થોડાં વર્ષ આગળ છું. મને લાગે છે કે હું તેની સમાન છું. અમે બંને ઘણા ઝનૂન, ઊર્જા અને સારા કૌશલ્ય સાથે ક્રિકેટની રમત રમીએ છીએ. અમારી રમત પર સખત મહેનત કરીએ છીએ અને પરાજય બિલકુલ સહન કરતા નથી. મને વિરાટનો ઉત્સાહ જોવો પસંદ છે.”

એબીએ એવો દાવો પણ કર્યો છે કે કોહલીને શાંત કરવામાં તેનો પણ પ્રભાવ છે. ડીવિલિયર્સે કહ્યું, ”વિરાટે જે ચીજ મારામાંથી શીખી છે તે કેટલીક હદ સુધી ચીજોને નિયંત્રિત કરવાની છે.”

You might also like