આરૂષિ હત્યા કેસઃ તલવાર દંપતીને નિર્દોષ છોડાતા તેની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI

દેશભરમાં ચર્ચા જગાવનાર દિલ્હીનાં આરૂષિ-હેમરાજ હત્યા કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે તલવાર દંપતીને નિર્દોષ છોડયા બાદ CBI કોર્ટ ચુકાદા સામે સુપ્રીમમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઇકોર્ટે CBI કોર્ટનો ચુકાદો રદ કરીને તલવાર દંપતીને નિર્દોષ છોડ્યાં હતાં.

તલવાર દંપતીએ 1418 દિવસ જેલમાં વિતાવ્યાં હતાં. આરૂષિ અને હેમરાજની હત્યા બદલ તલવાર દંપતીને CBI કોર્ટે આજીવન જેલની સજા સંભળાવી હતી પરંતુ તલવાર દંપતીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી એટલે અલ્હાબાદ હાઇકોર્ટે રેકોર્ડને જોયા બાદ તલવાર દંપતી નિર્દોષ હોવાનું જણાવી આજીવન જેલની સજા રદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 2008નાં પાંચમા મહિનામાં આરૂષિનો મૃતદેહ તેનાં ઘરમાંથી મળી આવ્યો હતો અને હેમરાજનો મૃતદેહ ધાબા પરથી મળી આવ્યો હતો. આ હત્યાથી દેશભરમાં ચકચાર મચી ગઈ હતી. CBI દ્વારા આરૂષિની હત્યા તેના માં-બાપે કર્યાનું તારણ નીકાળીને કેસ કરવામાં આવ્યો હતો.

અત્યંત ચર્ચા ધરાવતા આ કેસમાં પોલીસે ઓનરકિલીંગની શંકા વ્યક્ત કરી હતી અને તલવાર ડોક્ટર દંપતી પર હત્યાનો આરોપ મૂક્યો હતો. CBIને તપાસ સોંપાયા બાદ આ કિસ્સો દેશભરમાં ચર્ચાયો હતો. દરમ્યાન તલવાર દંપતીને જામીન મળી ગયાં હતાં અને CBIએ કેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ શંકાને વધુ એક વિચાર મળતાં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી ને બાદમાં તેમને આજીવન કેદની સજા થઇ હતી પરંતુ તલવાર દંપતીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી એટલે અલ્હાબાદ હાઇકોર્ટે રેકોર્ડને જોયા બાદ તલવાર દંપતી નિર્દોષ હોવાનું જણાવીને તેમની આજીવન જેલની સજા રદ કરી હતી. જો કે આજે CBI દ્વારા અલ્લાહાબાદ હાઇકોર્ટનાં આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

You might also like